Home / Sports : BCCI announced schedule for India Bangladesh series

ઈંગ્લેન્ડ બાદ બાંગ્લાદેશના પ્રવાસ પર જશે Team India, BCCI એ જાહેર કર્યું ODI અને T20 સિરીઝનું શેડ્યૂલ

ઈંગ્લેન્ડ બાદ બાંગ્લાદેશના પ્રવાસ પર જશે Team India, BCCI એ જાહેર કર્યું ODI અને T20 સિરીઝનું શેડ્યૂલ

ઓગસ્ટ 2025માં ઈંગ્લેન્ડ પ્રવાસ પૂરો થયા પછી Team India બાંગ્લાદેશનો પ્રવાસ કરશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 ODI અને 3 T20 મેચની સિરીઝ રમાશે. બીસીસીઆઈએ આ લિમિટેડ ઓવરની સિરીઝનું શેડ્યૂલ જાહેર કર્યું છે. બાંગ્લાદેશનો પ્રવાસ 17 ઓગસ્ટથી શરૂ થશે અને 31 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ પ્રવાસની શરૂઆત ODI સિરીઝથી થશે. ODI સિરીઝની ત્રણ મેચ 17, 20 અને 23 ઓગસ્ટે રમાશે, જ્યારે T20 આંતરરાષ્ટ્રીય મેચ 26, 29 અને 31 ઓગસ્ટે રમાશે. આ છ મેચ મીરપુર અને ચટ્ટોગ્રામમાં રમાશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ODI સિરીઝનું શેડ્યૂલ

  • પહેલી ODI: 17 ઓગસ્ટ - મીરપુર
  • બીજી ODI: 20 ઓગસ્ટ - મીરપુર
  • ત્રીજી ODI: 23 ઓગસ્ટ - ચટ્ટોગ્રામ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની T20 સિરીઝનું શેડ્યૂલ

  • પહેલી T20: 26 ઓગસ્ટ - ચટ્ટોગ્રામ
  • બીજી T20: 29 ઓગસ્ટ - મીરપુર
  • ત્રીજી T20: 31 ઓગસ્ટ - મીરપુર

IPL પછી ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પ્રવાસે જશે

તમને જણાવી દઈએ કે હાલમાં બધા ભારતીય ખેલાડીઓ IPLની 18મી સિઝનમાં રમી રહ્યા છે. IPL સમાપ્ત થયા પછી, Team India પાંચ મેચની ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. Team India જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમશે. ઈંગ્લેન્ડ સામેની સિરીઝ 4 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. ભારતની હોમ સિઝન ઓક્ટોબર મહિનામાં શરૂ થશે. વેસ્ટ ઈન્ડીઝની ટીમ ઓક્ટોબરમાં ભારતનો પ્રવાસ કરશે.

વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે આવશે 

ભારતની હોમ સિઝન 2 ઓક્ટોબરે વેસ્ટ ઈન્ડિઝ સામેની બે મેચની ટેસ્ટ સિરીઝ સાથે શરૂ થશે. આ પછી, સાઉથ આફ્રિકાની ટીમ નવેમ્બર-ડિસેમ્બરમાં ભારતનો પ્રવાસ કરશે. બંને ટીમો વચ્ચે બે ટેસ્ટ, ત્રણ ODI અને પાંચ T20 આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝ રમાશે. બે હોમ સિરીઝ પછી, ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે જ્યાં ત્રણ ODI અને પાંચ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ સિરીઝનું શેડ્યૂલ જાહેર કરી દીધું છે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ODI સિરીઝ 19 ઓક્ટોબરથી શરૂ થશે. T20 સિરીઝ 29 ઓક્ટોબરથી શરૂ થશે.

Related News

Icon