હિંદુ પંચાંગ અનુસાર, પરશુરામ જયંતિ દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે અક્ષય તૃતીયા સાથે ઉજવવામાં આવે છે. આ દિવસ ભગવાન પરશુરામના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન પરશુરામને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર માનવામાં આવે છે. તેમની ઉત્પતિની ગાથા ખૂબ જ રસપ્રદ અને પ્રેરણાદાયક છે, જે આપણને તેમના મહાન કાર્યો અને આશીર્વાદો વિશે જણાવે છે. આવી સ્થિતિમાં આજે તમને જણાવીશું કે ભગવાન વિષ્ણુને પરશુરામ તરીકે જન્મ કેમ લેવો પડ્યો અને તેમનું નામ પરશુરામ કેવી રીતે પડ્યું.

