આજકાલ દરેક માતા-પિતા ઇચ્છે છે કે તેનું બાળક ફક્ત અભ્યાસમાં જ નહીં પણ સંસ્કારમાં પણ શ્રેષ્ઠ બને. આપણને લાગે છે કે શાળા આ બધું શીખવશે, પરંતુ સત્ય એ છે કે બાળકો માટે પહેલી શાળા તેનું ઘર છે. કેટલીક એવી આદતો છે જે જો તમે બાળપણથી જ તમારા બાળકોમાં કેળવશો, તો તે માત્ર સ્માર્ટ જ નહીં પણ સંસ્કારી પણ બનશે. બાળકની આ આદતો જોઈને તેમના શિક્ષકો પણ પ્રશંસા કરશે!

