
સંગઠન સંરચના પ્રક્રિયા અને સરકારમાં વિસ્તરણની અટકળો વચ્ચે 2 મુખ્ય નેતાઓ ગુજરાત પ્રવાસે આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી બાદ હવે PM મોદી ગુજરાત પ્રવાસે આવશે. ઓપરેશન સિંદૂર બાદ અમિત શાહ અને PM મોદી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે અને આવતીકાલે 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે.
મળતી માહિતી મુજબ, મે મહિનાના અંતિમ સપ્તાહમાં PM મોદી ગુજરાત પ્રવાસે આવશે. PM મોદીના ગુજરાત પ્રવાસને લઈ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર થઈ રહી છે. ભુજ એરબેઝ, દાહોદ અને અમદાવાદ ખાતે કાર્યક્રમ અંગેની રૂપરેખા ઘડાઈ રહી છે. PMOમાંથી ગ્રીન સિગ્નલની રાહ જોવાઈ રહી છે.