Home / : The little puppies of our street will grow up

Zagmag: આપણી શેરીના નાના ગલુડિયાઓ કાલે મોટા થઈ જશે

Zagmag: આપણી શેરીના નાના ગલુડિયાઓ કાલે મોટા થઈ જશે

- 'મારા ઘર પાસે કૂતરી વિયાણી છે. સરસ નાનાં નાનાં ગલુડિયાઓ છે. ચાલો, એનાં માટે સરસ ઘર બનાવીએ.'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કચ્છ જિલ્લાનું નાનું એવું ગામ. ગામની પ્રાથમિક શાળામાં રમેશ, દીપક અને રાજુ એક જ વર્ગમાં અભ્યાસ કરે. આજે શાળામાં છેલ્લો દિવસ હતો. કાલથી વેકેશન હતું.

'રમેશ,રાજુ ,દીપક... કાલથી વેકેશન છે. આપણે રોજ લીમડાના ઝાડ પાસે મળીશું...' 

બીજે દિવસે ત્રણેય મિત્રો સાથે મળીને ખૂબ જ રમત રમ્યા અને આનંદ કર્યો. 

દીપકે કહ્યું, 'મારા ઘર પાસે કૂતરી વિયાણી છે. સરસ નાના નાના ગલુડિયાઓ છે. ચાલો, એનાં માટે સરસ ઘર બનાવીએ.'

ત્રણેય મિત્રો સાથે મળીને કામ કરવા લાગી ગયા. ત્યાં મીના આવી. એ પણ એમાં જોડાઈ ગઈ. એમણે સરસ મજાનું ઘર બનાવી લીધું. એમાં કોથળો પાથરી ગલુડિયાઓ ને સુવાડી દીધાં.

'રાજુ, હવે એના માટે ખાવાનું લઈ આવીએ...' રમેશ એના ઘરેથી રોટલી અને દૂધ લઈ આવ્યો. મીના પાણીની કુંડી ભરીને લઈ આવી.

મીના તો ગાવા લાગી: 

'આપણી શેરીના નાના ગલુડિયાઓ 

કાલે મોટા થઈ જાશે રે લોલ...

મોટા થઈ એ બહાદુર બનીને 

શેરીની ચોકી કરશે હો જી...'

શેરીના લોકોને ખબર પડી ત્યારે બધા રાજી થઈ ગયા અને બાળકોના વખાણ કરવા લાગ્યા.

દીપકે કહ્યું, 'આપણી પાસે જુના પાઠયપુસ્તક છે. એ જેને કામ આવે એને આપી આવીએ.'

બધાને દીપકની વાત ગમી ગઈ. એમણે પુસ્તક ભેગા કરી ગામના છોકરાઓને આપી આવ્યા. એક પછી એક બાળકો આવતા ગયા અને પુસ્તકો આપવા લાગ્યા. એમના પૈસાની બચત થઈ.

ગામના શિક્ષકને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેઓ પણ ખુશ થયા. તેમણે કહ્યું, 'બાળકો, તમે વેકેશનનો ખરો સદુપયોગ કર્યો છે.' 

- ઉષા મધુકાન્ત દાવડા

Related News

Icon