Home / Entertainment : Maddock films skips theatrical release of Bhool Chuk Maaf after Operation Sindoor

'Bhool Chuk Maaf' ના મેકર્સનો મોટો નિર્ણય, Operation Sindoor બાદ હવે સીધી OTT પર આવશે ફિલ્મ

'Bhool Chuk Maaf' ના મેકર્સનો મોટો નિર્ણય, Operation Sindoor બાદ હવે સીધી OTT પર આવશે ફિલ્મ

રાજકુમાર રાવ (Rajkummar Rao) અને વામિકા ગબ્બી (Wamiqa Gabbi) આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ 'ભૂલ ચૂક માફ' (Bhool Chuk Maaf) ને લઈને સમાચારમાં છે. આ ફિલ્મ 9 મેના રોજ થિયેટરમાં રિલીઝ થવાની હતી. આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મમાં એક ટાઈમ લૂપ પણ છે. ફિલ્મનું ટ્રેલર પહેલાથી જ હેડલાઇન્સમાં છે અને ફિલ્મના કલાકારો પણ તેની રિલીઝને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા, પરંતુ હવે 'ભૂલ ચૂક માફ' (Bhool Chuk Maaf) ના મેકર્સે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવાના એક દિવસ પહેલા જ એક મોટું પગલું ભર્યું છે. મેડોક ફિલ્મ્સ દ્વારા આપવામાં આવેલા અપડેટ મુજબ, હવે આ ફિલ્મ થિયેટરમાં નહીં પરંતુ સીધી OTT પર રિલીઝ થશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હવે 'ભૂલ ચૂક માફ' સિનેમાઘરોમાં રિલીઝ નહીં થાય

'રાષ્ટ્રની લાગણી'ને ટાંકીને, મેકર્સે ફિલ્મની થિયેટરમાં રિલીઝ તેની નિર્ધારિત તારીખના એક દિવસ પહેલા રદ્દ કરી દીધી છે. પહેલા આ ફિલ્મ 9 મેના રોજ સિલ્વર સ્ક્રીન પર રિલીઝ થવાની હતી, પરંતુ હવે તે 16 મે, 2025ના રોજ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે. ભારતીય સેના દ્વારા 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) સફળતાપૂર્વક પાર પાડ્યાના એક દિવસ પછી નિર્માતાઓએ આ જાહેરાત કરી. ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હેઠળ, ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. રાજકુમાર અને વામિકા બંનેએ આ માટે સશસ્ત્ર દળોનો આભાર માન્યો હતો.

મેડોક ફિલ્મ્સ દદ્વારા આપવામાં આવી જાણકારી

સોશિયલ મીડિયા પર એક નોટ શેર કરી ફિલ્મના મેકર્સે લખ્યું, "તાજેતરની ઘટનાઓ અને દેશભરમાં કડક સુરક્ષા પગલાને ધ્યાનમાં રાખીને, અમે મેડોક ફિલ્મ્સ અને એમેઝોન એમજીએમ સ્ટુડિયોએ 16 મેના રોજ અમારી ફેમિલી એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ 'ભૂલ ચૂક માફ' ને સીધા વિશ્વભરમાં ફક્ત પ્રાઈમ વીડિયો પર તમારા ઘરે લાવવાનું નક્કી કર્યું છે. જોકે અમે આ ફિલ્મને તમારી સાથે થિયેટરમાં ઉજવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ રાષ્ટ્રની ભાવના પહેલા આવે છે. જય હિંદ."

ફિલ્મ વિશે

આ કોમેડી-ડ્રામા ફિલ્મ કરણ શર્મા દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત છે. ફિલ્મની સ્ટાર કાસ્ટમાં રાજકુમાર રાવ, વામિકા ગબ્બી અને સીમા પાહવા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ હવે આવતા શુક્રવારે પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે. ફિલ્મનું નિર્માણ દિનેશ વિજન દ્વારા મેડોક ફિલ્મ્સના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. આ પ્રોડક્શન હાઉસે તાજેતરમાં 2025 માં 'છાવા' અને 'સ્કાય ફોર્સ' જેવી હિટ ફિલ્મોનું નિર્માણ કર્યું છે.

Related News

Icon