કોલકાતાની સાઉથ કલકત્તા લૉ કોલેજમાં અભ્યાસ કરનારી 24 વર્ષીય વિદ્યાર્થિનીએ ત્રણ લોકો પર સામુહિક દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. પીડિતાનો આરોપ છે કે, આ ઘટના ત્યારે બની જ્યારે તેણે મુખ્ય આરોપી 31 વર્ષીય મનોજીત મિશ્રાનો લગ્નનો પ્રસ્તાવ નકારી દીધો. મનોજીત મિશ્રા તૃણમુલ કોંગ્રેસ વિદ્યાર્થી પરિષદ (TMCP)ને જિલ્લા મહાસચિવ અને કોલેજના પૂર્વ વિદ્યાર્થી છે. પીડિતાએ પોતાની ફરિયાદમાં અનેક ગંભીર આરોપ લગાવ્યા છે. જણાવી દઈએ કે, ફોરેન્સિક ટીમ સાઉથ કલકત્તા લૉ કોલેજ પહોંચી ગઈ છે. ટીમ ઘટનાસ્થળની મુલાકાત લેશે અને નિરિક્ષણ કરશે, આ સાથે જ ગુનાઈત સ્થળથી સેમ્પલ કલેક્ટ કરશે.

