weekly horoscope: આજથી એપ્રિલ મહિનાનું પાંચમુ સપ્તાહ (28 એપ્રિલથી 04 મે 2025) શરુ થઈ રહ્યું છે. ત્યારે આ સપ્તાહમાં આપનું રાશિ ભવિષ્ય કેવું રહેશે, તે સપ્તાહના પ્રારંભે જ જાણી લઈએ. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાના મતે કુંભ રાશિના જાતકોએ કાર્યમાં ધીરજ રાખવી, વૃશ્ચિક રાશિના જાતકોને તેમની વાણી પર પ્રભાવ સારો રહે. સિંહ રાશિના જાતકો સામાજિક કાર્યમાં વધુ યોગદાન આપે તેવું પણ બની શકે. આ ઉપરાંત અન્ય રાશિના જાતકોને શું શું લાભ થશે અને શું તકેદારી રાખવી તે માટે આવો નજર કરીએ સાપ્તાહિક રાશિફળ પર.

