માર્ચ મહિલાની શરુઆત થઈ ગઈ છે. આ મહિનામાં હોળીનો તહેવાર ધામ ધૂમ અને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. હોળીના આઠ દિવસ પહેલા હોળાષ્ટક શરુ થઈ જાય છે. હિન્દુ ધર્મમાં હોળાષ્ટક દરમિયાન શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, હોળાષ્ટક દરમિયાન ગ્રહોની સ્થિતિ અનુકૂળ નથી હોતી. જેના કારણે કાર્યોમાં વિધ્ન આવી શકે છે. એટલે હોળાષ્ટક દરમિયાન લગ્ન વિધિ, ગૃહ પ્રવેશ અને નામકરણ સહિતના શુભ કાર્યો કરવામાં આવતા નથી. પૌરાણિક માન્યતા પ્રમાણે હોળાષ્ટકના સમયગાળા દરમિયાન ભક્ત પ્રહલાદને તેમના પિતા હિરણ્યકશ્યપે ઘણી યાતનાઓ આપી હતી. આ દરમિયાન પૂજા- અર્ચના અને જપ -તપ જેવા શુભ કાર્યો કરવા શુભ માનવામાં આવે છે. આવો જાણીએ કે હોળાષ્ટક ક્યારે શરુ થાય છે અને તે દિવસોમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.

