જ્યોતિષ શાસ્ત્રમાં શનિ અને મંગળને એકબીજાના દુશ્મન ગ્રહ માનવામાં આવે છે. 20, જાન્યુઆરી 2025ના રોજ શનિ અને મંગળની યુતિને કારણે ષડાષ્ટક યોગ બનવા જઈ રહ્યો છે. આ ષડાષ્ટક યોગ લગભગ 30 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે. વૈદિક જ્યોતિષમાં ષડાષ્ટક યોગને અશુભ માનવામાં આવે છે. શનિ અને મંગળની યુતિને કારણે કેટલીક રાશિના લોકોએ આગામી એક મહિના સુધી સાવધાન રહેવું પડશે.

