છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ઘણી પોલિટીકલ ડ્રામા ફિલ્મો રિલીઝ થઈ છે, જેમાંથી તાજેતરની ફિલ્મ કંગના રનૌતની 'ઈમરજન્સી' (Emergency) છે. ઘણા કલાકારોએ રાજકીય નેતાઓને પડદા પર જીવંત કર્યા છે, પરંતુ દરેક જણ 2000માં મામૂટી (Mammootty)એ જે કર્યું હતું તે નથી કરી શકતા. દક્ષિણના આ વર્સેટાઈલ સુપરસ્ટારે હંમેશા પોતાની શાનદાર અભિનય કુશળતાથી દર્શકોના દિલ જીતી લીધા છે. પણ તેમની ફિલ્મ 'ડો. બાબાસાહેબ આંબેડકર' (Dr. Babasaheb Ambedkar) હંમેશા અલગ રહેશે. જબ્બાર પટેલ દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મે આપણા 'બંધારણના પિતા' ના પાત્રને ન્યાય આપ્યો એટલું જ નહીં, પરંતુ મામૂટી (Mammootty) ને તેમનો ત્રીજો નેશનલ એવોર્ડ પણ અપાવ્યો. પરંતુ, શું તમે જાણો છો કે મલયાલમ અભિનેતાએ શરૂઆતમાં તેની મૂછોને કારણે ફિલ્મ કરવાનો ઈનકાર કર્યો હતો?

