Home / India : The stir to merge Sharad Pawar's and Ajit Pawar's parties is intensifying

મોદી સરકારમાં સુપ્રિયા સુલે મંત્રી બનશે! શરદ પવાર - અજિત પાર્ટી મર્જ કરવાની હલચલ તેજ

મોદી સરકારમાં સુપ્રિયા સુલે મંત્રી બનશે! શરદ પવાર - અજિત પાર્ટી મર્જ કરવાની હલચલ તેજ

રાષ્ટ્રવાદી કોંદગ્રેસ પાર્ટીના બંને ગ્રૂપોને વિલય કરવાના પ્રયાસો તેજ થઈ રહ્યા છે. શરદ પવાર અને અજિત પવારની એનસીપીને એક કરવા મુદ્દે બંને પાર્ટી તરફથી પહેલ કરવામાં આવી છે. ઓક્ટોબરમાં મહારાષ્ટ્રમાં થનારી કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલા મર્જર કરવા અંતિમ ઓપ આપવાના પ્રયાસો થઈ રહ્યા છે. 
આ  બાબત એનસીપી( શરદ પવાર જૂથ) જૂથથી સુપ્રિયા સુલે અને અજિત પવાર જૂથમાંથી પ્રફુલ્લ પટેલ સતત એકબીજાના સંપર્કમાં છે. પરંતુ એનસીપી (SP) ના 8 સાંસદોમાંથી 2 સાંસદો આ જૂથ વિલયનો વિરોદ કરી રહ્યા છે. એનસીપી સતારાના સાંસદ અમર શરદરાવ કાલે અને સિરપુરમાં સાંસદ ડોક્ટર અમોલ કોલ્હે મર્જરના વિરોધમાં છે. સાંસદ અમર કાલે છેલ્લી લોકસભા ચૂંટણીમાં એનસીપીમાં જોડાયા હતા. એ અગાઉ તેઓ ત્રણ વખત કોંગ્રેસના સાંસદ રહી ચૂક્યા છે.  
 
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એનસીપીના 10 ધારાસભ્યોમાંથી અડધાથી વધુ અજિત પવાર સાથે પાર્ટીનું મર્જર ઈચ્છે છે. હકિકતમાં મહારાષ્ટ્રમાં ઓક્ટોબરમાં થનારી કોર્પોરેશનની ચૂંટણી પહેલા NCP(SP) માં ભંગાણ થવાના એંધાણ છે. એનસીપી (SP)ના અનેક નેતાઓ અજિત પવારની એનસીપીમાં જવાની તૈયારીમાં હતા.
 
આ ભંગાણના એંધાણ શરદ પવાર અને સુપ્રિયા સૂલેને આવી ગયો હતો. એટલા માટે જ પાર્ટીનું ભંગાણ રોકવા માટે જ અજીત પવાર અને સુપ્રિયા સુલેમાં સુલેહને ધ્યાને રાખીને શરદ પવાર પણ બંને પાર્ટીઓને એક કરવાના પક્ષમાં આવી ગયા છે. સૂત્રો મુજબ એનસીપીના બંને જૂથના વિલય થવાની સ્થિતિમાં સુપ્રિયા સૂલેને કેન્દ્રમાં મંત્રીપદની વાત કરવામાં આવી રહી છે. આ બાબતે અજીત પવાર સતત ભાજપના ટોચના નેતાઓના સતત સંપર્કમાં છે. આજે મુંબઈમાં એનસીપી (SP)ની પ્રદેશ કાર્યસમિતિની બેઠકમાં પાર્ટીના વિલયને લઈને પણ પ્રદેશ નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવશે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મહારાષ્ટ્રમાં ભલે એનસીપીની મિટિંગ હોય પરંતુ આ સમગ્ર રાજકીય ઘટના ઉપર ભાજપની સતત નજર રહેલી છે. મહારાષ્ટ્ર સાથે જોડાયેલા એક બીજેપી નેતાનું માનવું છે કે શરદ પવારની હંમેશાથી એવી રણનીતિ રહી છે કે જાહેરમાં વાત કંઈક અલગ કહે છે અને નિર્ણયો તેનાથી કંઈક અલગ જ હોય છે. ભાજપના સૂત્રોનું માનવું છે કે, શરદ પવાર કંઈ કળવા દેતા નથી. તેઓ જ્યાં સુધી પોતે આ વાતની જાહેરાત ના કરે ત્યાં સુધી કંઈ કહી શકાય નહીં. 

Related News

Icon