
અમદાવાદ વિમાન દુર્ઘટના કેસમાં બે ડોક્ટરોએ CJIને પત્ર લખીને આ ઘટના મામલે સંજ્ઞાન લેવા વિનંતી કરી છે. આ સાથે જ આ ઘટનામાં મૃતકોના પરિવારજનોને 50 લાખ વળતર આપવાની પણ માંગ કરવામાં આવી છે. મહત્ત્વપૂર્ણ છે કે અમદાવાદથી લંડન જતા એર ઇન્ડિયાના વિમાન AI171 ટેક ઓફ બાદ ક્રેશ થતા તેમાં રહેલા 241 મુસાફરોના મોત થયા હતા. આ ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બે ડોક્ટરોએ CJIને લખ્યો પત્ર
અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઇને બે ડોક્ટર સૌરવ કુમાર અને ધ્રુવ ચૌહાણે CJI બી.આર.ગવઇને પત્ર લખીને સુપ્રીમ કોર્ટને સ્વત:નોંધ લેવા વિનંતી કરી છે. ડોક્ટરોએ આ સાથે જ પત્રમાં પીડિતો માટે 50 લાખના વળતર, નિવૃત ન્યાયાધીશો અને નિષ્ણાતો ધરાવતી ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ અને ભવિષ્યમાં થતી ઘટનાઓને રોકવા માટે સંપૂર્ણ તપાસની માંગ કરી છે.
https://twitter.com/ians_india/status/1933496030668206117
કોંગ્રેસે પણ ઉચ્ચસ્તરીય તપાસની કરી હતી માંગ
આ પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદ વિમાન દુર્ઘખટનાની ન્યાયિક તપાસની માંગ કરી હતી.એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પર કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, "આ ઘટનાની તપાસ થવી જોઇએ. સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ અથવા સીટિંગ જજ, જે પણ યોગ્ય હોય તેમના નેતૃત્ત્વમાં તપાસ કરાવવી જોઇએ, કોની ભૂલ છે, આ સામે આવશે. શું તેમાં પાયલોટની ભૂલ છે? શું તેમાં કોઇ ઇંસ્ટ્રક્ટરની ભૂલ છે? શું દબાણમાં આવીને વિમાન લઇને ચાલ્યા? સરકારે ભૂલ સ્વીકારીને તેની તપાસ કરવી જોઇએ."
Air Indiaના તમામ Boeing Dreamliner વિમાનોની તપાસ થશે- DGCA
DGCAએ બોઇંગના તમામ ડ્રીમલાઇનર વિમાનોની સુરક્ષા તપાસ કડક કરી દીધી છે. આ નિર્ણય અમદાવાદમાં એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ AI171 ક્રેશ થયા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. DGCAએ એર ઇન્ડિયાને આદેશ આપ્યો છે કે 15 જૂન 2025ની મધ્યરાત્રિથી ભારતમાંથી ઉડાન ભર્યા પહેલા એક વખત ખાસ તપાસ પ્રક્રિયાનું પાલન કરવામાં આવે.