માનવ શરીરના દરેક અંગ અને અવયવની રચનામાં સલામતી, શક્તિનો ઉપયોગ તેમજ જરૂરિયાતની અદ્ભુત ગણતરી જોવા મળે છે. શરીરને આધાર અને આકાર જાળવી રાખવા માટે શરીરમાં સખત હાડકાં હોય છે. બંને હાથમાં ૫૪, પગમાં ૫૩, ખોપરી ૨૮, ચહેરામાં ૧૪, પાંસળીઓ ૨૪ અને કરોડમાં ૩૩ સહિત પુખ્ત માણસના શરીરમાં ૨૦૬ હાડકાં હોય છે.

