આવકવેરા ધારાની કલમ 13એમાં કરવામાં આવેલી જોગવાઈનો ભંગ કરવામાં આવ્યો છે કે નહીં. તે જાણવા માટે અને તેનો ભંગ કર્યો હોય તો વેરા માફીના લાભ ન આપવાનો નિર્ણય લઈ શકાય તે માટે આવકવેરા ધારા હેઠળ ચેરિટેબલ ટ્રસ્ટો અને ધાર્મિક સંસ્થાઓએ ભરવાના થતા નવું ફોર્મ આઈટીઆર 7 બહાર પાડી દીધુ છે. નવમી મેએ આ ફોર્મ બહાર પાડવાની જાહેરાત કરી હતી. કાયદાકીય જોગવાઈનું ઉપરછલ્લું પાલન કરીને વેરા માફીની જોગવાઈઓનો લાભ કોઈપણ ન ઊઠાવી જાય તે હેતુથી આ સુધારાઓ કરવામાં આવ્યા છે. વેરા માફી મેળવવા માટે તેમણે કરેલા ખર્ચની વ્યવસ્થિત વિગતો આપવી પડશે.

