ભયંકર મંદીમાંથી પસાર થઇ રહેલા ડાયમંડ ઉદ્યોગની ગાડી માંડ પાટા ઉપર ચડી રહી છે ત્યાં વળી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા 26% ના ઉંચા ટેરિફ ડાયમંડ ઉદ્યોગ ઉપર પડતા ઉપર પાટુ જેવા હાલ કરશે એવો મત ડાયમંડ ઉદ્યોગકારો દ્વારા વ્યકત કરવામાં આવ્યો છે. જે રીતે કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડમાં સુરત સમગ્ર વિશ્વમાં અવ્વલ છે તેવી જ રીતે ભારતમાં જે ડાયમંડ તૈયાર થાય છે તે પૈકીના સૌથી વધુ એક્સપોર્ટ અમેરિકામાં થાય છે જેથી એક્સપોર્ટના આંકમાં ઘટાડો થવાની સાથે ઉદ્યોગ કફોડી હાલતમાં મુકાશે.

