Donald trump news : ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે અમેરિકન ગુપ્તચર એજન્સીઓના અહેવાલને ફગાવી દીધો અને દેશના ડિરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલિજન્સ તુલસી ગબાર્ડ સામે જ સવાલો ઉભા કર્યા. ત્યારબાદથી એવી ચર્ચા થઇ રહી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે તુલસી ગબાર્ડની નોકરી છીનવી શકે છે અને તેમને આ પદેથી હટાવી શકે છે. ન્યુ જર્સીમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે મારી ગુપ્તચર એજન્સીઓ ખોટી હતી.

