Home / Religion : People of this zodiac sign will find it easy to make important decisions.

 25 એપ્રિલ 2025, શુક્રવારનું રાશિફળ, આ રાશિના જાતકોને મળશે સફળતા

 25 એપ્રિલ 2025, શુક્રવારનું રાશિફળ, આ રાશિના જાતકોને મળશે સફળતા
મેષ : આપને કામમાં પ્રતિકૂળતા જણાય. રાજકીય- સરકારી કામમાં, ખાતાકીય કામમાં, કોર્ટ-કચેરીના કામમાં મુશ્કેલી જણાય.
 
વૃષભ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. દોડધામ-શ્રમમાં ઘટાડો થાય.
 
મિથુન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન - મકાન- વાહનના કામ થઈ શકે.
 
કર્ક : દેશ- પરદેશના કામમાં આપને સાનુકૂળતા થતી જાય. આપના કાર્યમાં વ્યસ્ત થતાં જાવ. ભાઈભાંડુનો સાથ મળી રહે.
 
સિંહ : સીઝનલ - વાયરલ બીમારીના લીધે અસ્વસ્થતા - બેચેની અનુભવાય. વાહન ચલાવતા સમયે ઉતાવળ કરવી નહીં.
 
કન્યા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. રાજકીય સરકારી કામકાજ અંગેની મુલાકાત થઈ શકે.
 
તુલા : આપના કાર્યની સાથે મોસાળ પક્ષ- સાસરી પક્ષના કામ અંગે દોડધામ- શ્રમ જણાય. આકસ્મિક ખર્ચ- ખરીદી જણાય.
 
વૃશ્ચિક : આપની બુદ્ધિ-અનુભવ - આવડત - મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી આપને લાભ-ફાયદો જણાય.
 
ધન : નોકરી-ધંધાના કામમાં કોઈ ને કોઈ રૂકાવટ- મુશ્કેલી અનુભવાય. જમીન મકાન વાહનના કાર્યમાં આપે ઉતાવળ કરવી નહીં.
 
મકર : આપના કાર્યની કદર પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. નોકર ચાકરવર્ગનો સાથ- સહકાર મળી રહે.
 
કુંભ : આપના કાર્યની સાથે કૌટુંબિક- પારિવારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય.
 
મીન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ જણાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon