આજે શુક્રવારે સવારે મુંબઈથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ કર્યા પછી મુંબઈમાં પાછી લેન્ડ કરવામાં આવી હતી. આનાથી મુસાફરો અને ઉડ્ડયન ક્ષેત્રમાં ગભરાટ ફેલાયો હતો. આ ફ્લાઇટ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન-હીથ્રો જતી હતી. ફ્લાઇટમાં ટેકઓફ પછી થોડીવારમાં જ પરત ફરી હતી. પરત ફર્યના થોડા જ સમયમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે મધ્ય પૂર્વમાં એરસ્પેસ બંધ થવાને કારણે આ ફ્લાઇટને મુંબઈ પાછી લાવવામાં આવી હતી. આ ઘટના અમદાવાદમાં થયેલા ભયાનક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના એક દિવસ પછી બની હતી, જેમાં 241 મુસાફરો અને ક્રૂ સભ્યોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. શરૂઆતમાં, ટેકનિકલ સમસ્યાના સમાચારથી થોડા સમય માટે ગભરાટ ફેલાયો હતો.

