લદ્દાખની રાજધાની લેહમાં થયેલી હિંસા બાદથી પર્યાવરણ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક સતત નિશાના પર છે. એક દિવસ પહેલા સરકારે વાંગચુકના સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL) ના FCRA લાઇસન્સ રદ કરી દીધું હતું. સોનમ વાંગચુકની આજે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેમને જેલમાં ટ્રાન્સફર કરવા કે અન્ય વ્યવસ્થા કરવા તે અંગે નિર્ણય લેવામાં આવી રહ્યો છે. અગાઉ વાંગચૂક તેમની ધરપકડ થશે તેવી આશંકા પણ વ્યક્ત કરી ચૂક્યા છે.
ખેડૂતો અને ખેત મજૂરોની આત્મહત્યામાં 38 ટકા સાથે મહારાષ્ટ્ર પ્રથમ, 22 ટકા સાથે કર્ણાટક બીજા અને 8 ટકા સાથે આંધ્ર પ્રદેશ ત્રીજા ક્રમે છે. આ સાથે જ દેશભરમાં વર્ષ 2023 માં થયેલી આત્મહત્યાના કુલ આંકડા પણ જાહેર કરાયા છે, જે મુજબ વર્ષ 2023 માં દેશભરમાં કુલ 171418 લોકોએ આત્મહત્યા કરી હતી જેમાં 66 ટકા એટલે કે આશરે 113416 લોકો એવા છે કે જેમની વાર્ષિક આવક એક લાખ રૂપિયાથી પણ ઓછી હતી. આ આત્મહત્યા કરનારાઓમાં ખેડૂતો ઉપરાંત વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોએ વર્ષ ૨૦૨૩ના દેશભરના આંકડા જાહેર કર્યા છે. ખેડૂતો, વિદ્યાર્થીઓની આત્મહત્યા, મહિલાઓ પર અત્યાચાર સહિતના જે આંકડા જાહેર થયા છે તેમાં ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ સત્તાવાર આંકડા મુજબ વર્ષ ૨૦૨૩માં ખેતી સાથે સંકળાયેલા 10700 લોકોએ આત્મહત્યા કરી લીધી, જેમાં 4630 ખેડૂતો અને 6096 ખેતમજૂરોનો સમાવેશ થાય છે. જ્યારે વર્ષ 2023 માં કુલ 171418 લોકોએ આત્મહત્યા કરી તેમાં 66 ટકાની વાર્ષિક આવક એક લાખથી પણ ઓછી છે.

