
ઉત્તરપ્રદેશના સાદાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક્સપ્રેસ-વે પર આવેલા ગામ મિઢાવલી પાસે ચાલતી સ્લીપર બસમાં આગ લાગી ગઈ હતી. દિલ્હીથી બિહાર જઈ રહેલી સ્લીપર બસમાં અચાનક આગ લાગી ગઈ હતી.આગ એટલી ભયંકર હતી કે માત્ર 10 મિનિટમાં જ બસ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી.
5 મુસાફરો જીવતા ભડથું
જેમાં મુસાફરોમાં બૂમરાણ મચી ગઈ હતી. જોકે કેટલાક મુસાફરોએ બસમાં કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. પરંતુ 5 મુસાફરો જીવતા ભડથું થયા હતા. ડ્રાઇવર કાચ તોડીને બસમાંથી કૂદીને ભાગી ગયો. આગ એટલી ભયંકર હતી કે માત્ર 10 મિનિટમાં જ તે સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ. ઉલ્લેખનીય છે કે અન્ય મુસાફરો ચાલતી બસમાંથી કાચની બારીઓ તોડીને હાઈવે પર કૂદ્યા હતા.
મૃતક મુસાફરોની ઓળખ થઈ નથી
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બસ ડ્રાઇવરે પહેલા કાચ તોડ્યો અને બસમાંથી કૂદીને ઘટનાસ્થળેથી ભાગી ગયો. અકસ્માત પછી તેનો કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસે તેની શોધખોળ શરૂ કરી દીધી છે.
પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધીને અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે. શરૂઆતની તપાસમાં, શોર્ટ સર્કિટને આગ લાગવાનું સંભવિત કારણ કહેવામાં આવી રહ્યું છે, પરંતુ ફોરેન્સિક રિપોર્ટ પછી જ તેની પુષ્ટિ થઈ શકશે. લોકો કહે છે કે જો ડ્રાઇવરની સીટ સામાન્ય હોત અને ઇમરજન્સી એક્ઝિટ રૂટ સ્પષ્ટ હોત, તો કદાચ મુસાફરોના જીવ બચાવી શકાયા હોત.
બસ થોડા સમય માટે સળગતી સ્થિતિમાં દોડતી રહી
પ્રાપ્ત માહિતી અનુસાર, આગ લાગ્યા પછી, બસ થોડા સમય માટે સળગતી સ્થિતિમાં દોડતી રહી. ડ્રાઈવર અને કંડક્ટર કાચ તોડીને ભાગી ગયા. આગને કારણે મુખ્ય દરવાજો જામ થઈ ગયો હતો. જેઓ અન્ય માર્ગો દ્વારા ભાગી શકતા હતા તેઓ બચી ગયા. મળતી માહિતી મુજબ, આ અકસ્માત પીજીઆઈ કલ્લી નજીકથી પસાર થતા કિસાન પથ પર થયો હતો. સ્થાનિક લોકોએ અકસ્માતની જાણ પોલીસને કરી.