Ahmedabad Rain news: અમદાવાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગત રોજ અઢી ઈંચ કરતાં વધુ વરસાદ ખાબકી ગયો હતો. જો કે, ધોધમાર વરસાદ બાદ શહેરમાં ખરાબ સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદમાં કુલ 105 સ્થળે પાણી ભરાયા હતા. જેના લીધે 5 અંડરપાસ બંધ કરવાની નોબત આવી હતી. જો કે, વરસાદે વિરામ લેતા તેને ખોલી દેવા પડયા હતા. 4 સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતા. છ સ્થળે રોડ પર નુકસાન થયાની ફરિયાદો તંત્રને મળી હતી. આ ઉપરાંત નિકોલ વિસ્તારમાં આવેલા મધુમાલતી આવાસ યોજનામાં ભારે નુકસાન થવા પામ્યું હતું. જેમાં એક વ્યકિતનું મોત થયાનું પણ સામે આવ્યું છે.

