અમરનાથ યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. પ્રવાસની તૈયારીઓની સાથે તારીખ પણ અગાઉથી જાહેર થઈ ચૂકી છે ત્યારે હવે પ્રી રજીસ્ટ્રેશનની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. આ વર્ષે ૩ જુલાઈથી શરૂ થતી અમરનાથ યાત્રા ૯ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ યાત્રા માટેનું પ્રી-રજીસ્ટ્રેશન ૧૪ એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યું છે. જણાવી દઈએ કે બાબા અમરનાથ મંદિર દક્ષિણ કાશ્મીરમાં 3,880 મીટરની ઊંચાઈ પર આવેલું છે. નોંધણી માટે દેશભરમાં બેંકોની અધિકૃત શાખાઓ અને આરોગ્ય પ્રમાણપત્રો બનાવવા માટે રાજ્યોની હોસ્પિટલો અને ડોકટરોની તેમની ટીમો વિશે માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે.

