
Ahmedabad News: અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા અલગ અલગ મેડિકલ સ્ટોર પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં મેડિકલ સ્ટોર ઉપર પોલીસનું ચેકિંગ કરવામાં આવ્યું છે. પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક દવાઓનું વેચાણ થાય છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી છે. શહેરમાં મેડિકલ સ્ટોર ઉપર પોલીસ દ્વારા મેગા ડ્રાઇવ યોજવામાં આવી છે. કેટલીક દવાઓનો નશામાં ઉપયોગ કરવામાં આવે છે.
બનાસકાંઠામાં પણ પોલીસનું ચેકિંગ
બનાસકંઠા જિલ્લાના થરાદમાં પ્રતિબંધિત દવાઓના વેચાણને લઇ S.O.G અને થરાદ પોલીસ દ્વારા સંયુક્ત ચેકીંગ કરવામાં આવ્યું હતું. પોલીસે થરાદ ની મહેશ્વરી સોસાયટીમાં બંધ મકાન માં તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રતિબંધિત દવાઓ ન વેચી શકાતી હોવા છતાં મેડિકલ સંચાલકો વેચાણ કરતા હોવાનું જાણવા મળતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પાટણના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ
પાટણ એસઓજી પોલીસે જિલ્લાની મેડિકલ દુકાનો ઉપર ઓચિંતી તપાસ હાથ ધરી છે. નશાકારક દવાઓના થતા વેચાણને લઈને તપાસ હાથ ધરી છે. SOG પોલિસે પાટણ, રાધનપુર, સિધ્ધપુર, હારીજ, ચાણસ્મા, ધારપુર માં અલગ અલગ દવાની દુકાનોમાં તપાસ કરી છે. એસઓજી પોલીસે અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાંથી 61 દવાઓની દુકાનમાં તપાસ કરી છે.