પાકિસ્તાનના અશાંક બલૂચિસ્તાન પ્રાંતના એક માર્કેટમાં ભયાનક વિસ્ફોટ થયો છે, જેમાં ચાર લોકોના મોત અને 20 લોકોને ઈજા થઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ, અબ્દુલ્લા જિલ્લા સ્થિત જબ્બાર માર્કેટમાં રવિવારે વિસ્ફોટ થયો હતો, જેમાં અનેક બિલ્ડિંગોને પણ નુકસાન થયું છે. મળતા અહેવાલો મુજબ વિસ્ફોટના કારણે અહીં અનેક દુકાનો ધરાશાયી છે અને અનેક દુકાનોમાં આગ લાગી છે. આ દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ પણ કર્યું છે.

