દાહોદ જીલ્લામાં મનરેગા કૌભાંડમાં નવો ફણગો ફુટ્યો છે. સ્થાનિકોનો આરોપ છેકે, જો આ પ્રકરણની વધુ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો, ગરીબ મજૂરોના આધારે જોબકાર્ડ બનાવી લાખો રૂપિયાની કટકી કરવામાં આવી હોવાનું મસમોટુ કૌભાંડ બહાર આવે તેમ છે. એટલુ જ નહીં, મનરેગા કૌભાંડમાં ભ્રષ્ટ અધિકારી જ નહી, દાહોદ જિલ્લાના ભાજપના સ્થાનિક નેતાઓની પણ સંડોવણી ખુલે તેવી સંભાવના છે.

