
ઉનાળાના ધોમધખતા તાપમાં ઠંડા પાણીની માગ રહે છે. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગણાતા ગોધરામાં હોસ્પિટલમાં જ્યારે દર્દીઓ સાથે તેમના સગા આવે તો તેમને પીવાના પાણીની તકલીફ પડી રહી છે. લોકો પાણીની પરબ બંધાવે છે. પરંતુ અહીં તો મોટી સરકારી હોસ્પિટલમાં પીવાનું પાણી સાવ ધીમું આવતું હોવાથી દર્દીઓના સગાઓને હાલાકી પડે છે. પીવાના પાણીનું પ્રેશર ન હોવાથી લોકોને લાઈનમાં ઉભા રહેવું પડે છે.
ગોધરા CIVIL Hospital માં પીવાના પાણીની સમસ્યા યથાવતે છે. નળમાં પીવાના પાણીનો જથ્થો પૂરતા પ્રેશરથી ન આવતો હોવાના લઈને કાળઝાળ ગરમીમાં પીવાનું પાણી ભરવા માટે લાંબી લાંબી લાઈનો લાગે છે. તેમજ દર્દીઓના સંબંધીઓએ પાણી માટે લાઈનમાં ઉભુ રહેવું પડે છે. ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે રોકાયેલા કેટલાય દર્દીઓના પરિવારજનો નાછૂટકે હોસ્પિટલ બહાર વેચાતી પાણીની બોટલ પણ લેવા મજબૂર બને છે.