Home / World : Israel attacks Gaza Strip again, 38 Palestinians killed

ગાઝા પટ્ટી પર ઈઝરાયેલનો ફરી હુમલો, 38 પેલેસ્ટાઈનીઓના મોત અને 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ગાઝા પટ્ટી પર ઈઝરાયેલનો ફરી હુમલો, 38 પેલેસ્ટાઈનીઓના મોત અને 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ઈઝરાયલી સેના ઈરાનની સાથે સાથે ગાઝા પર ભયાનક હુમલાઓ કરી રહી છે. ગાઝામાં અવારનવાર ભોજન વિતરણ કેન્દ્ર પર હુમલા થતા રહે છે, ત્યારે ફરી આવી ઘટના બની છે. ગાઝા પટ્ટીના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, ‘ઉત્તર ગાઝાના એક વિસ્તારમાં હજારો લોકો ભોજન વિતરણ કેન્દ્ર પાસે ખાણી-પીણી લેવા માટે એકઠા થાય હતા, જ્યાં આડેધડ ગોળીબાર થયો છે, જેમાં ઓછામાં ઓછા 38 પેલેસ્ટાઈનીઓના મોત અને 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

લોકો ભોજન લેવા લાઈનમાં ઉભા હતા, અચાનક ગોળીબાર થયો

મંત્રાલયે કહ્યું કે, ‘ભોજન કેન્દ્ર પાસે હજારો લોકો લાઈનમાં ઉભા હતા. આ દરમિયાન અચાનક આડેધડ ગોળીબાર થયો છે. મૃતકોમાં અનેક મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. ઈઝરાયેલના હુમલાના કારણે ગાઝામાં માત્ર કેટલીક હોસ્પિટલો જ બચી છે, જ્યાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે. હોસ્પિટલમાં સાધન સામગ્રીની પણ અછત છે. ઉલ્લેખનીય છે કે, ગાઝામાં ગંભીર માનવીય સંકટ ઉભી થયું છે. ઈઝરાય અને હમાસના યુદ્ધના કારણે અહીં ખાદ્ય સામગ્રી, દવાઓ અને વીજળીની અછત વર્તાઈ છે. સંયુક્ત રાષ્ટ્રએ અગાઉ ચેતવણી આપી છે કે, જો ગાઝામાં રાહત સામગ્રી નહીં પહોંચે તો લોકો ભૂખમરો અને બિમારીના કારણે અનેક લોકોના મોત થઈ શકે છે.

ગાઝાના સહાય કેન્દ્રો પર ઈઝરાયલના સતત હુમલા

બીજી તરફ ગાઝાના સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ કહ્યું કે, ઈઝરાયલે ગઈકાલે ગાઝામાં ભયાનક હુમલો કર્યો હતો, જેમાં 16 લોકોના મોત અને 125થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હમાસ સાથે ઇઝરાયેલના યુદ્ધને 20 મહિના થયા છે. હવે તેણે હમાસના સમર્થક ઇરાનને નિશાન બનાવી હુમલા કર્યા છે. ઈઝરાયેલી અને અમેરિકા સમર્થિત માનવતાવાદી જૂથ દ્વારા ચલાવવામાં આવતા સહાય કેન્દ્રો પર ઈઝરાયેલે કરેલા ગોળીબારમાં કમસેકમ 11 પેલેસ્ટાઇન માર્યા ગયા હતા.  ઘટનાના સાક્ષીઓનું કહેવું હતું કે ઇઝરાયેલના સૈનિકોએ ત્યાં અનાજ સહાય વિતરણ કેન્દ્રો પર ભોજન લેવા આવનારા ખુલ્લેઆમ ગોળીબાર કરતાં 11ના મોત થયા હતા અને 125થી વધુ ઇજા પામ્યા છે. જ્યારે ઈઝરાયેલના લશ્કરનું કહેવું છે કે તેણે ફક્ત વોર્નિંગ શોટ્સ જ છોડયા હતા. તેનું માનવું છે કે લોકોની વચ્ચે હમાસના સમર્થકો પણ હતા.

ઈઝરાયેલી સેનાએ કલાઈમેટ એક્ટિવિષ્ટ ગ્રેટા થુન્બર્ગ સહિત 12ને આંતર્યા હતા

આ પહેલા 9મી જૂને ઈઝરાયલી નૌ સેનાએ કલાઈમેટ એક્ટિવિષ્ટ ગ્રેટા થુન્બર્ગ સહિત કુલ 12 ઈન્ટરનેશનલ અક્ટિવિસ્ટને લઈ જતી આંતરી હતી. આ બોટ 'ફ્રીડમ ફલોરિલા કોએસિએશન' નામક જૂથના એક ભાગરૂપે હતી. આ બોટને ઈઝરાયલી નૌસેના પછી ઈઝરાયલના તટે લઈ આવી હતી અને તેમાં રહેલાં કાર્યકરોને મુક્ત કરી સૌને પોતપોતાને દેશ મોકલી દીધા હતા. ઈઝરાયલી વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, 'મેડલિન' નામની આ બોટ યુક્રેનનો ધ્વજ ફરકાવતી 1લી જૂને સીસીવીથી રવાના થઈ હતી. તેમાં એક્ટિવિસ્ટ ગ્રેટા થુન્બર્ગ ઉપરાંત ફ્રેન્ચ પેલેસ્ટાઇનીયન એમઈવી રીમા હસન સહિત કુલ 12 કાર્યકરો હતા. તેઓ તેમની સાથે ખાદ્ય પદાર્થો બેબી ફૂડ, મેડીસીન્સ તથા રાઇસ લઈ ગાઝા સ્થિત પેલેસ્ટાઇનીઓને આપવા જતા હતા. તે બોટને ઈઝરાયલી નૌ-સેનાએ આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં જ 'બંદીવાન' બનાવી ઈઝરાયલના સમુદ્ર તટે લાવવામાં આવી હતી. પરંતુ તે સહાય કાર્યકરો પૈકી કોઈને પણ હાથ પણ લગાડાયો ન હતો પછીથી તેમને છોડી મુકાયા હતાં અને સર્વેને તેમના દેશમાં રવાના કરાયાં હતાં.

Related News

Icon