ગુજરાતમાંથી સતત અકસ્માતની ઘટના સામે આવી રહી છે. એવામાં જુનાગઢમાંથી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જુનાગઢ જિલ્લાના કેશોદમાં બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કેશોદ ફાગળી રોડ પર બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી.

