Home / Gujarat / Ahmedabad : Meteorological Department alert: Monsoon conditions will prevail in Gujarat

હવામાન વિભાગનું એલર્ટ: ગુજરાતમાં જામશે ચોમાસુ માહોલ, વીજળી, કરા અને પવન સાથે ભારે વરસાદ

હવામાન વિભાગનું એલર્ટ: ગુજરાતમાં જામશે ચોમાસુ માહોલ, વીજળી, કરા અને પવન સાથે ભારે વરસાદ

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસમાં કરા, વીજળી, પવન અને હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 8 મે, 2025 સુધી કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 5-6 મેના રોજ વીજળીના કડાકા-ભડાકા સાથે માવઠું અને પવન ફૂંકાશે. આ સાથે રાજ્યના 12 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની હવમાન વિભાગે ચેતવણી આપી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પરનું હવાનું ચક્રવાત હવે દક્ષિણપૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં દરિયાની સપાટીથી 0.9 કિ.મી. ઉપર છે. આ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે માવઠું પડવાની આગાહી છે. જેમાં આવતીકાલે રવિવારે (4 મે, 2025) કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાક સ્થળોએ મેઘગર્જના અને પવન ફૂંકાવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. 

આ જિલ્લામાં કરા પડવાની ચેતવણી

રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન વીજળી, પવન ફૂંકાવવાની સાથે કરા પડવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં 5-6 મે, 2025ના રોજ કચ્છ, મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમેરલી, ભાવનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ માવઠા સાથે કરા પડવાની આગાહીને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. 
 
જ્યારે આ બે દિવસ દરમિયાન રાજ્યભરમાં 50-60 KMPHની ગતિએ પવન ફૂંકાવવાની સાથે કમોસમી વરસાદની પડવાની આગાહીને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

ભારે કમોસમી વરસાદની આગાહી

7 મે, 2025ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા અને 8 મેના રોજ અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૂચ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના અને પવન ફૂંકાવવાની સાથે ભારે કમોસમી વરસાદની આગાહી પગલે હવામાન વિભાગે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. 

Related News

Icon