
Bangladesh Politics: બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસ અને તેમના સાથીઓએ શનિવારે સ્પષ્ટ કહી દીધું કે, જો તેમના પર ચૂંટણી કરાવવા અથવા કોઈ અન્ય મુદ્દે કારણ વિના દબાણ બનાવવામાં આવશે, તો તે જનતા સાથે મળીને જવાબી કાર્યવાહી કરશે. આ નિવેદન ત્યારે સામે આવ્યું છે, જ્યારે સેના પ્રમુખ અને BNP (બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી)એ ડિસેમ્બર સુધી ચૂંટણી કરાવવાની માંગ કરી.
સરકારના કામમાં અડચણ ઊભી કરી તો...
હકીકતમાં, છેલ્લા નવ મહિનામાં બાંગ્લાદેશમાં ખાસ કરીને તેની રાજધાની ઢાકા, મોટા જનઆંદોલન અને ડઝનથી વધુ રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પ્રમુખ સલાહકાર કાર્યાલયથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, 'જો કોઈ કાર્યવાહી સરકારની સ્વાયત્તતા, સુધાર પ્રયાસો, ન્યાયિક પ્રક્રિયા, સ્વતંત્રત અને નિષ્પક્ષ ચૂંટણી અથવા તંત્રના સામાન્ય કામકાજમાં અડચણ ઊભી કરે છે અથવા તેના કારણે સરકાર પોતાના સોંપવામાં આવેલી જવાબદારી પૂરી કરવામાં અસમર્થ થાય છે, તો સરકાર જનતા સાથે વિચાર-વિમર્શ કરીને જરૂરી નિર્ણય લેશે.'
સંસદની બદલે રસ્તા પર ઉઠ્યા દેશના મુદ્દા
મળતી માહિતી મુજબ, યુનુસ સમર્થક વચગાળાની સરકારને બચાવવા માટે રસ્તાથી લઈને દરેક મોરચે સંઘર્ષ માટે તૈયાર છે. આ એ જ જનઆંદોલન હતું જેનાથી 5 ઓગસ્ટ, 2024ના દિવસે શેખ હસીનાની સરકારને ઉખાડી ફેંકી હતી અને તેમને ઢાકા પર મજબૂર કરવા મજબૂર કરી દીધા હતાં. ત્યારબાદથી મોટાભાગના મુદ્દા સંસદની બદલે રસ્તા પર જ ઉઠાવવામાં આવી રહ્યા છે અને સરકાર પ્રદર્શનકારીઓ અને ઇસ્લામી ભીડના દબાણમાં અનેકવાર નમતી પણ જોવા મળી હતી.
આવામી લીગ પર પ્રતિબંધ લાગવાથી લઈને શેખ મઝીબુર રહેમાનના ધાનમંડી 32 નિવાસને સળગાવવા અને મહિલા અધિકાર સુધારોનો વિરોધ કરવા સુધી, બાંગ્લાદેશમાં હાલના સમયે જનશક્તિને પ્રભાવી રૂપે જોઈ શકાય છે.
જનઆંદોલનની શક્તિ
યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકાર, વિદ્યાર્થીઓએ બનાવેલી NCP (નેશનલ સિટિઝન પાર્ટી) અને ઇસ્લામી સમૂહોએ જનઆંદોલનની તાકાતને ઓળખી લીધી છે. ત્યાં સુધી કે, BNP (બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી) પણ પોતાનું શક્તિ પ્રદર્શન કરવા માટે રેલી કરે છે.
જનતાને હકીકત બતાવીશું
મુખ્ય સલાહકાર કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલી એક ચેતવણીમાં કહેવામાં આવ્યું કે, જે હારેલા તત્ત્વો અથવા વિદેશી ષડયંત્રોથી પ્રેરિત મુશ્કેલીઓ સરકારના કામમાં અડચણ ઊભી કરી છે, તો અમે જનતાને હકીકત બતાવીશું અને સાથે મળીને નિર્ણય લઇશું.'
યુનુસ અને જુલાઈ 2024ના જનઆંદોલનના નેતૃત્વકર્તાઓને જનતાનું અપાર સમર્થન મળ્યું હતું કારણકે, લોકોને આશા હતી કે શેખ હસીનાના શાસન ખતમ થતાં એક નવી શરૂઆત થશે. જોરે, શરૂઆતી ઉત્સાહ હવે ઠંડો પડી રહ્યો છે. કારણ કે, દેશનો આર્થિક વિકાસ દર ગબડી રહ્યો છે. આ સિવાય કાયદા અને વ્યાવસ્થાની સ્થિતિ પણ ખરાબ થઈ રહી છે.
યુનુસ નહીં આપે રાજીનામું
શનિવારે કરવામાં આવેલી એક અનૌપચારિક સલાહકાર પરિષદની બેઠક બાદ યુનુસના રાજીનામાંની અટકળો વચ્ચે હવે સ્પષ્ટ કરી દેવાયું છે કે, તેઓ વચગાળાની સરકારના પ્રમુખ બની રહેશે. આ નિવેદન તેમના સહયોગી, ખાસ કરીને વિદ્યાર્થી આંદોલનના નેતા નાહિદ ઇસ્લામ દ્વારા ગુરૂવારે (22 મે)ના એક નિવેદન બાદ સામે આવ્યું, જેમાં તેમણે કહ્યું હતું કે, યુનુસ રાજીનામાં પર વિચાર કરી રહ્યા છે.