
સુરેન્દ્રનગરમાં મેડિકલ કોલેજની ઘોર બેદરકારી આવી સામે. NICUમાં દાખલ કરેલા બાળકનું નર્સિંગ સ્ટાફ અને ડૉક્ટરમી બેદરકારીને લીધે જીવાત કરડવાને કારણે મોત નીપજ્યું હતું. બાળકના મોત અંગે હોસ્પિટલ દ્વારા ભીનું સંકેલવાના પ્રયાસો.
સુરેન્દ્રનગર મેડિકલ કોલેજની બેદરકારીથી NICU વિભાગમાં દાખલ કરેલ બાળકનું જીવાત કરડવાને કારણે મોત નીપજ્યું હતું. મેડિકલ કોલેજમાં નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોની બેદરકારીને લીધે પેટીમાં રાખેલા બાળકને જીવાત અને કીડીઓ કરડી ગઈ હતી. વહેલી સવારે બાળકના પિતા હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ખબર પડી કે બાળકના મોઢાના ભાગે અને અન્ય શરીરના અંગો ઉપર જીવાતો કરડી ગઈ છે. અંતે ભોગ બનેલા બાળકે દમ તોડ્યો હતો. બાળકના મોતને પગલે પરિવારમાં સર્જાયો કલ્પાંત. બાળકના મોત અંગે હોસ્પિટલનો ભીનું સંકેલવા કર્યો પ્રયાસ.