
Rajkot News: રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં ટ્રેનમાંથી ફેંકાઈ જતાં રાજકોટના એક યુવકનું મોત નિપજ્યું છે. યુવક મિત્રો સાથે ફરવા નિકળ્યો હતો પરંતુ ટ્રેનમાં કોઈ કારણોસર ફેંકાઈ જતાં યુવકનું કરુણ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં જીવરાજ પાર્કમાં રહેતા 19 વર્ષીય તરંગ હદવાણીનું મોત થયું હતું. ગુરુવારે 6 મિત્રો હરિદ્વાર, મસૂરિની સફરે નીકળ્યા હતા. એવામાં તરંગના મમ્મીએ તેને ફોન કરતા ફોન મિત્રએ રિસીવ કર્યો. જ્યાં તરંગ દેખાતા નહીં મિત્રો તરંગને શોધવા લાગ્યા. તરંગ ટ્રેનમાં ન મળતા આગળના સ્ટેશને મિત્રોએ ઉતરીને રેલવે પોલીસને જાણ કરી હતી.
તપાસ કરતાં આજે બપોરે 12.30 વાગ્યે તરંગનો મૃતદેહ મળી આવ્યો હતો. રાજસ્થાન નજીક આ કરુણ ઘટના બની હતી. પરિવારમાં એકનો એક પુત્ર હોવાથી તેના મૃત્યુના સમાચારથી પરિવારજનોમાં આક્રંદની લાગણી વ્યાપી છે.