હાલ રાજ્યમાં પૂરજોશમાં ચોમાસું જામ્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેરના પગલે નદી-નાળા છલકાયા છે. ચોમાસા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં કેરળ જેવી હરિયાળી છવાઇ જતાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. તો બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે અંબિકા, પૂર્ણા, મીંઢોળા, ઓલન, અને ઝાખરી નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તાપી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા, અંબિકા, ખાપરી સહિતની નદીઓ ભયજનક સપાટી વટાવી બે કાંઠે વહી રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થયું છે.

