Stock Market Today: વૈશ્વિક સ્તરે પડકારોની અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય શેરબજાર(STOCK MARKET) મજબૂત ગતિ સાથે આગેકૂચ કરી રહ્યા છે. આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં નબળી શરુઆત બાદ બપોરના સેશનમાં આકર્ષક તેજી જોવા મળી છે. સેન્સેક્સ 1500 પોઇન્ટ ઉછળી 78563નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. જ્યારે નિફ્ટી પણ 23700ની મજબૂત સાયકોલૉજિકલ સપાટી પર પરત ફર્યો છે.

