Home / Business : Gold rate: Gold prices surge, increase by Rs 1000 in a single day

Gold rate:સોનાના ભાવમાં આગ ઝરતી તેજી, એક જ દિવસમાં 1000 રૂપિયાનો વધારો; જાણો આજના નવીનતમ ભાવ

Gold rate:સોનાના ભાવમાં આગ ઝરતી તેજી, એક જ દિવસમાં 1000 રૂપિયાનો વધારો; જાણો આજના નવીનતમ ભાવ
Gold Rate : ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિને કારણે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વધી, જેના પરિણામે રોકાણકારો સોના તરફ વળ્યા અને સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે સોનામાં જોરદાર ઉછાળો નોંધાયો, જેમાં એક જ દિવસમાં સોનું 1016  રૂપિયા મોંઘું થયું. MCX પર સોનાનો ભાવ વધીને 94467 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના(World gold council) જણાવ્યા મુજબ, વૈશ્વિક સ્તરે હાજર સોનાના ભાવમાં 1.06 %નો વધારો થયો અને તે $3,260  પ્રતિ ઔંસ પર પહોંચ્યો. બીજી તરફ, ચાંદીના ભાવમાં નજીવો વધારો જોવા મળ્યો, જે MCX પર 1 રૂપિયાના વધારા સાથે 94775 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી.

વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા                                                                                                               

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મંગળવારે વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં થયેલા આ વધારાની અસર 16 એપ્રિલે સ્થાનિક સ્તરે પણ જોવા મળી હતી. સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ભારતમાં સોનાના ભાવ તેમના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર 96,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી થોડા નીચે છે. આજે, પેટીએમ પર સોનાનો ભાવ 9777 રૂપિયા પ્રતિ 1 ગ્રામ છે, જ્યારે ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર, 15 એપ્રિલના રોજ, 999.9% શુદ્ધ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 93353 રૂપિયા નોંધાયો હતો.

શહેર મુજબના દર જુઓ
15 એપ્રિલના રોજ, દિલ્હીમાં 99.5 % શુદ્ધતાવાળા સોનાનો ભાવ બપોરના વેપારમાં ફરી એકવાર 96450  રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયો. જોકે, દિવસના અંત સુધીમાં, દિલ્હીમાં ભાવ પ્રતિ 10 ગ્રામ 93,320 રૂપિયાની આસપાસ રહ્યા. મુંબઈમાં, સોનું દિલ્હી કરતાં થોડું વધારે રૂ. 93480 પર ટ્રેડ થઈ રહ્યું હતું. કોલકાતામાં ભાવ 93350  રૂપિયા અને બેંગલુરુમાં 93550  રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયા હતા. ચેન્નાઈમાં સોનું સૌથી મોંઘુ હતું, જ્યાં તેનો ભાવ 93,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.

ફ્યુચર્સ માર્કેટમાં પણ તેજી
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર પણ સોનાના વાયદાના ભાવમાં વધારો થયો. 5 જૂનના ફ્યુચર્સ 0.04 % વધીને રૂ. 93493 પર  ટ્રેડ થઈ રહ્યા હતા. આ ઉપરાંત, ગોલ્ડમેન સૅક્સ અને યુબીએસે પણ વર્ષના અંત સુધીમાં સોનાના ભાવમાં વધારો થવાની આગાહી કરી છે.

Related News

Icon