'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' ના ત્રીજા એપિસોડમાં ભારતીય ક્રિકેટરો ગૌતમ ગંભીર, રિષભ પંત, અભિષેક શર્મા અને
યુઝવેન્દ્ર ચહલ ગેસ્ટ તરીકે આવ્યા હતા. તેઓ આ શોમાં ખૂબ જ મસ્તી કરતા નજર આવ્યા હતા. આ મસ્તી વચ્ચે
ચહલે પોતાના અંગત જીવન વિશે જે કહ્યું તે સાંભળીને તમામ હેરાન રહી ગયા. ચહલ અંગે અફવા ચાલી રહી છે કે,
તે ધનશ્રી વર્માથી છૂટાછેડા લીધા પછી RJ મહવશને ડેટ કરી રહ્યો છે. હવે ચહલે પોતાના રમુજી અંદાજમાં RJ
મહવશ સાથે પોતાના સંબંધોની પુષ્ટિ કરી, જેણે બધાને ચોંકાવી દીધા. કપિલ શર્માના શોનો આ વીડિયો સોશિયલ
મીડિયા પર ચર્ચામાં રહે છે.

