આલિયા ભટ્ટ અને વેદાંગ રૈનાની અપકમિંગ ફિલ્મ ‘જિગરા’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટીઝરમાં આલિયા ભટ્ટ અને વેદાંગ રૈના ભાઈ અને બહેન તરીકે ઈમોશનલ બોન્ડ શેર કરતા જોવા મળે છે. આલિયા તેના ભાઈ માટે લડતી જોવા મળી છે. ‘જિગરા’નું ટીઝર આલિયા ભટ્ટના ડાયલોગથી શરૂ થાય છે. તે કહે છે, ‘માતાને ભગવાને છીનવી લીધી, પિતાએ પોતાનો જીવ લઈ લીધો, દૂરના સંબંધીએ આશ્રય આપ્યો અને મોટું ભાડું વસૂલ્યું. ભાટિયા સાહેબને છોડો, સ્ટોરી બહુ લાંબી છે અને ભાઈ પાસે બહુ ઓછો, બહુ ઓછો સમય છે.’

