
TVFની સીરિઝ 'પંચાયત' (Panchayat) નું ફેનબેઝ ખૂબ મોટું છે. તેની પોપ્યુલારિટી છેલ્લાં અમુક વર્ષોમાં એટલી વધી ગઈ છે કે, દર્શકો તેના પાત્રની કહાણી સાથે પણ જોડાઈ ગયા છે. સચિવજી અને રિંકીની લવ સ્ટોરી ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન ખૂબ ચર્ચામાં રહી છે. 'પંચાયત' (Panchayat) ની રિંકી એટલે કે, એક્ટ્રેસ સાંવિકાએ સિરીઝ સાથે જોડાયેલા અનેક ખુલાસા કર્યા જે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
સચિવજીને KISS કરવાનો કર્યો ઈનકાર
સાંવિકાએ પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "મેં સિરીઝમાં કિસિંગ સીન કરવાનો ઇનકાર કર્યો હતો. મારી અને સચિવજી એટલે કે એક્ટર જીતેન્દ્ર કુમાર વચ્ચે એક કિસિંગ સીન હતો જેના માટે હું સહજ નહતી. મેં વ્યક્તિગત રીતે શોના દર્શકોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો." હવે સાંવિકાના આ નિવેદન પર જીતેન્દ્ર કુમારની પ્રતિક્રિયા સામે આવી છે. એક્ટરે કહ્યું કે, "કિસિંગ સીન માટે સાંવિકાની સંમતિ જરૂરી હતી. જોકે, તેના શબ્દોનું અનેક લોકો દ્વારા ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે."
એક ઇન્ટરવ્યુમાં જીતેન્દ્ર કુમારે કહ્યું કે, "મને લાગે છે કે, સાંવિકાની વાતનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. જ્યારે કિસિંગ સીનની વાત સામે આવી ત્યારે મેં જ મેકર્સને કહ્યું હતું કે, તે સાંવિકાને પૂછી લે. તેમની સંમતિ જરૂરી છે. અમે તે સીનને અજીબ રીતે મજેદાર બનાવવા ઈચ્છતા હતા, જેમ કે, અમે કિસ કરવાના જ હોઈએ છીએ અને ત્યારે જ લાઇટ જતી રહે છે. પરંતુ, બાદમાં તેને અલગ પ્રકારે શૂટ કરવામાં આવ્યું."
સાંવિકાના નિવેદન પર સચિવજીની પ્રતિક્રિયા
જીતેન્દ્રએ કિસિંગ સીન વિશે વાત કરતા કહ્યું કે, "ઓનસ્ક્રીન કિસ કરવામાં અસહજતા નથી થતી. મને કિસિંગ સીન આપવામાં ત્યાં સુધી તકલીફ નથી થતી, જ્યાં સુધી તે કહાણીમાં એક મજા લઈને આવે છે. મેં 'શુભ મંગલ ઝ્યાદા સાવધાન' માં આયુષ્માન ખુરાનાને કિસ કરી હતી, મેં અનેક એક્ટ્રેસને સ્ક્રીન પહેલાં પણ કિસ કરેલી છે. એક એક્ટરના રૂપે મને આ ક્યારેય અસહજ નથી લાગ્યું. ભલે તે એક સીન હોય કે કહાણી દર્શાવવાની હોય. તેમાં મજા આવવી જોઈએ. દર્શકો સાથે કનેક્ટ કરવું જોઈએ."
હકીકતમાં સાંવિકાએ કહ્યું હતું કે, "અમારી સિરીઝના ડિરેક્ટરે કિસિંગ સીનને લઈને વાત કરી હતી. જેમાં સીન પહેલાં કંઈક બીજો હતો પરંતુ, તેને બાદમાં બદલવામાં આવ્યું. મને આ વિશે બે દિવસનો સમય જોઈતો હતો. કારણ કે, પંચાયતને દરેક પ્રકારના દર્શકો જુએ છે, જેમાં પરિવારની સંખ્યા થોડી વધુ છે. એવામાં મને કિસિંગ સીનથી અનકમ્ફર્ટેબલ લાગ્યું. ત્યારબાદ સચિવજી અને રિંકીના કિસિંગ સીનને અલગ પ્રકારે શૂટ કરવામાં આવ્યો હતો."
જણાવી દઈએ કે, 'પંચાયત' સિઝન 4ની સફળતા બાદ મેકર્સે તેની પાંચમી સિઝનની પણ જાહેરાત કરી દીધી છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક ઓફિશિયલ પોસ્ટર શેર કરીને ફેન્સને ગુડ ન્યૂઝ આપી હતી. આ સાથે જ એ પણ ખુલાસો થયો હતો કે, સિરીઝની આગામી સિઝન વર્ષ 2026માં આવશે.