Home / Gujarat / Ahmedabad : The driver who caused the accident in Juhapura died under mysterious circumstances

Ahmedabad news: જુહાપુરામાં અકસ્માત સર્જનાર કારચાલકનું ભેદી સંજોગોમાં મોત, સંખ્યાબંધ વાહનોને મારી હતી ટક્કર

Ahmedabad news: જુહાપુરામાં અકસ્માત સર્જનાર કારચાલકનું ભેદી સંજોગોમાં મોત, સંખ્યાબંધ વાહનોને મારી હતી ટક્કર

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવી જ એક ઘટના અમદાવાદના જુહાપુરમાંથી સામે આવી છે. મળતા અહેવાલ અમદાવાદના મોડી રાત્રે જુહાપુરામાં સંખ્યાબંધ વાહનોને ટક્કર મારનાર કારચાલકનું  ભેદી સંજોગોમાં મોત નિપજ્યું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કૌશિક ચૌહાણ નામના એક ટેક્સીચાલકે આ અકસ્માત સર્જ્યો

કૌશિક ચૌહાણ નામના એક ટેક્સીચાલકે આ અકસ્માત સર્જ્યો હતો. ઉલ્લેખનીય છે કે કાર ચાલકે વાસણા વિસ્તારથી જુહાપુરા સુધીમાં લગભગ સાતથી આઠ વાહનોને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી.

કાર ચાલકનું ભેદી સંજોગોમાં મોત

મળતા અહેવાલ પ્રમાણે કાર ચાલક નશાની હાલતમાં વાસણાથી અકસ્માત કરતો આવ્યો હતો. ત્યારે આ કાર ચાલકને દબોચવા માટે સ્થાનિક વાહન ચાલકો પાછળ પડ્યા હતા.જુહાપુરા વિસ્તારમાં આઈશા મસ્જિદ પાસે ઘટના બની હતી.

5થી 6 ગાડીઓને ટક્કર મારી

કાર ચાલકે અંદાજીત 5થી 6 ગાડીઓને ટક્કર મારી હતી.વાહન ચાલકો થી બચવા માટે તે જુહાપુરાની સાંકડી ગલીમાં ગયો હતો.ત્યાર બાદ કારચાલકનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચ્યો હતો. 

પોલીસે હાથ ધરી તપાસ

ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચ, LCB સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં અને મૃતક ડ્રાઇવરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. 

Related News

Icon