Home / Business : This IPO will create a stir next week! Know the details

આગામી અઠવાડિયામાં આ IPO મચાવશે ધૂમ ! જાણો વિગતો 

આગામી અઠવાડિયામાં આ IPO મચાવશે ધૂમ ! જાણો વિગતો 
આગામી સપ્તાહમાં એટલે કે 26 મે, સોમવારથી પ્રાઈમરી માર્કેટમાં જોરદાર હલચલ જોવા મળશે. આ દરમિયાન અનેક કંપનીઓ તેમના IPO લાવી રહી છે, જેમાં ચાર મેઈનબોર્ડ IPO અને પાંચ SME IPOનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલીક નવી લિસ્ટિંગ પણ થવાની છે. ચાલો જાણીએ...
 
મેઈનબોર્ડ IPOs
1. એજિસ વોપાક ટર્મિનલ્સ લિમિટેડ
આ કંપની એજિસ લોજિસ્ટિક્સની સબસિડિયરી છે અને 2,800 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ સંપૂર્ણપણે ફ્રેશ ઇશ્યૂ હશે, જેમાં 11.91 કરોડ ઈક્વિટી શેર હશે. આ IPO 26 મેના રોજ ખુલશે અને 28 મે, 2025ના રોજ બંધ થશે.
  • પ્રાઈસ બેન્ડ: 223-235 રૂપિયા પ્રતિ શેર
  • લોટ સાઈઝ: 63 શેર
  • એન્કર રોકાણકારો: 1,260 કરોડ રૂપિયા પહેલેથી જ એકત્ર કરાયા છે
  • ઉપયોગ: IPOમાંથી એકત્ર થયેલા નાણાંનો ઉપયોગ 2,016 કરોડનું દેવું ચૂકવવા અને 671.30 કરોડની મૂડીની જરૂરિયાતો પૂરી કરવા માટે થશે.
  • બેન્કર્સ: ICICI સિક્યોરિટીઝ, BNP પરિબાસ, IIFL કેપિટલ સર્વિસિસ, જેફરીઝ ઈન્ડિયા, HDFC બેન્ક
  • રજિસ્ટ્રાર: MUFG Intime India Pvt Ltd
2. શ્લોસ બેંગલોર લિમિટેડ (લીલા હોટેલ્સ)
બ્રુકફીલ્ડ દ્વારા સમર્થિત આ કંપની 2,500 કરોડના ફ્રેશ ઇશ્યૂ અને 1,000 કરોડના OFS દ્વારા કુલ 3,500 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ IPO પણ 26 મેના રોજ ખુલશે અને 28 મેના રોજ બંધ થશે.
  • પ્રાઈસ બેન્ડ: 413-435 રૂપિયા પ્રતિ શેર
  • લોટ સાઈઝ: 34 શેર
  • એન્કર રોકાણકારો: 1,575 કરોડ રૂપિયા પહેલેથી જ એકત્ર કરાયા છે
  • ઉપયોગ: નાણાંનો ઉપયોગ કંપની અને તેની સબસિડિયરીનું દેવું ચૂકવવા તેમજ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે થશે.
  • બેન્કર્સ: JM ફાઈનાન્શિયલ, મોર્ગન સ્ટેન્લી, કોટક, એક્સિસ, SBI કેપિટલ માર્કેટ્સ સહિતની મુખ્ય બેન્કો
3. પ્રોસ્ટાર્મ ઈન્ફો સિસ્ટમ્સ લિમિટેડ
આ IPO 27 મેથી 29 મે દરમિયાન ખુલશે. કંપની 168 કરોડનો ફ્રેશ ઇશ્યૂ લાવી રહી છે.
  • પ્રાઈસ બેન્ડ: 95-105 રૂપિયા પ્રતિ શેર
  • લોટ સાઈઝ: 142 શેર
  • ઉપયોગ: IPOના નાણાંનો ઉપયોગ 72.50 લાખ વર્કિંગ કેપિટલ અને 17.95 લાખ દેવું ચૂકવવા માટે થશે.
  • બેન્કર્સ: ચોઈસ કેપિટલ એડવાઈઝર્સ
  • રજિસ્ટ્રાર: KFin Technologies Ltd
4. સ્કોડા ટ્યૂબ્સ લિમિટેડ
ગુજરાત સ્થિત આ કંપની 28 મેથી 30 મે દરમિયાન તેનો IPO લાવશે, જેનો લક્ષ્ય 275 કરોડ રૂપિયા એકત્ર કરવાનો છે.
  • પ્રાઈસ બેન્ડ: 130-140 રૂપિયા પ્રતિ શેર
  • લોટ સાઈઝ: 100 શેર
  • ઉપયોગ: નાણાંનો ઉપયોગ ઉત્પાદન ક્ષમતા વધારવા અને વર્કિંગ કેપિટલ માટે થશે.
  • બેન્કર્સ: Monarch Network Capital
  • રજિસ્ટ્રાર: MUFG Intime India Pvt Ltd
SME IPOs
1. એસ્ટોનિયા લેબ્સ
  • ઇશ્યૂ: 27.90 લાખ શેર
  • ખુલવાની તારીખ: 27થી 29 મે
  • પ્રાઈસ બેન્ડ: 128-135 રૂપિયા પ્રતિ શેર
  • લોટ સાઈઝ: 1,000 શેર
  • લિસ્ટિંગ: BSE SME
2. બ્લૂ વોટર લોજિસ્ટિક્સ
  • ઇશ્યૂ: 30 લાખ શેર
  • ખુલવાની તારીખ: 27થી 29 મે
  • પ્રાઈસ બેન્ડ: 132-235 રૂપિયા
  • લોટ સાઈઝ: 1,000 શેર
  • લિસ્ટિંગ: NSE SME
3. નિકિતા પેપર્સ
  • ઇશ્યૂ: 64.94 લાખ શેર
  • ખુલવાની તારીખ: 27થી 29 મે
  • પ્રાઈસ બેન્ડ: 95-104 રૂપિયા પ્રતિ શેર
  • લોટ સાઈઝ: 1,200 શેર
  • લિસ્ટિંગ: NSE SME
4. નેપ્ચ્યૂન પેટ્રોકેમિકલ્સ
  • ઇશ્યૂ: 60 લાખ શેર
  • ખુલવાની તારીખ: 28થી 30 મે
  • પ્રાઈસ બેન્ડ: 115-122 રૂપિયા પ્રતિ શેર
  • લોટ સાઈઝ: 1,000 શેર
  • લિસ્ટિંગ: NSE SME
5. એનઆર વંદના ટેક્સટાઈલ
  • ઇશ્યૂ: 61.98 લાખ શેર
  • ખુલવાની તારીખ: 28થી 30 મે
  • પ્રાઈસ બેન્ડ: 42-45 રૂપિયા પ્રતિ શેર
  • લોટ સાઈઝ: 3,000 શેર
  • લિસ્ટિંગ: NSE SME
આ 4 IPOનું લિસ્ટિંગ થવાનું છે
  • 27 મે: બોરાના વીવ્સ IPO
  • 28 મે: બેલરાઈઝ ઈન્ડસ્ટ્રીઝ IPO
  • 29 મે: ડાર ક્રેડિટ એન્ડ કેપિટલ IPO
  • 29 મે: યુનિફાઈડ ડેટા-ટેક IPO
નોંધ : https://www.gstv.in કોઈ પણ IPOમાં કે અન્ય રોકાણની સલાહ આપતું નથી. ક્યાંય પણ રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ જરૂર લો.
Related News

Icon