
ઐશ્વર્યા રાય (Aishwarya Rai) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) ઘણા સમયથી તેમના અંગત જીવનને લઈને સમાચારોમાં છે. તેમના અલગ થવાના ઘણા અહેવાલો બહાર આવી રહ્યા હતા. હવે ઐશ્વર્યા (Aishwarya Rai) એ પોતાની એક પોસ્ટ દ્વારા છૂટાછેડાની અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. રવિવારે, અભિષેક અને ઐશ્વર્યાએ તેમની 18મી મેરેજ એનિવર્સરીની ઉજવણી કરી અને એક ફેમિલી ફોટો શેર કર્યો.
ઐશ્વર્યા અને અભિષેકે વર્ષ 2007 માં લગ્ન કર્યા હતા. 20 એપ્રિલે તેમના લગ્નને 18 વર્ષ પૂર્ણ થયા. બંનેએ આ દિવસ તેમની પુત્રી આરાધ્યા (Aaradhya) સાથે ઉજવ્યો હતો. ઐશ્વર્યાની આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે.
ઐશ્વર્યાએ ફેમિલી ફોટો શેર કર્યો
ઐશ્વર્યા રાયે એક ફેમિલી ફોટો શેર કર્યો છે. જેમાં ઐશ્વર્યા, આરાધ્યા અને અભિષેક એકસાથે સ્માઈલ સાથે પોઝ જોવા મળે છે. ફોટોની ખાસ વાત એ છે કે ત્રણેય સફેદ રંગના કપડા પહેરેલા છે. ઐશ્વર્યાએ ફોટો સાથે કેપ્શનમાં સફેદ હાર્ટ ઈમોજી પોસ્ટ કર્યું છે.
લોકોએ કમેન્ટ કરી
ઐશ્વર્યાની આ પોસ્ટ જોતા જ તેના પર ઘણી બધી કમેન્ટ આવવા લાગી. એકે લખ્યું, "આ પોસ્ટ બધી અફવાઓના મોઢા પર થપ્પડ છે." બીજાએ લખ્યું, "જુઓ ભાઈ, એ વાત કન્ફર્મ થઈ ગઈ છે કે છૂટાછેડા નથી થઈ રહ્યા, બધા જઈને સૂઈ જાઓ. દરેક વ્યક્તિને પંચાયત હોય કરવી છે બસ પંચાયત." એકે લખ્યું, "આખરે બધું બરાબર છે. પરિવારથી ઉપર કંઈ નથી." ઘણા ફેન્સ તેમને તેમની મેરેજ એનિવર્સરી પર અભિનંદન આપી રહ્યા છે. ઐશ્વર્યાની આ પોસ્ટને લાખો લોકોએ લાઈક પણ કરી છે.
ઐશ્વર્યા અને અભિષેકના અલગ થવાના સમાચાર 2024થી આવવા લાગ્યા. ઘણી ઈવેન્ટ્સમાં સાથે આવવાને બદલે ઐશ્વર્યા તેની પુત્રી આરાધ્યા સાથે અને અભિષેક બચ્ચન પરિવાર સાથે હાજર રહ્યો હતો. જેના કારણે છૂટાછેડા અંગે અફવાઓ અને ચર્ચાઓ થવા લાગી હતી.