બોલિવૂડની અપકમિંગ ફિલ્મ 'હેરા ફેરી 3' માં પરેશ રાવલે કામ કરવાની ના પાડતાં છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. પહેલા અક્ષય કુમારે એક્ટરને લીગલ નોટિસ આપીને સૌને ચોંકાવી દીધા હતા, તો હવે પરેશ રાવલે પણ તેનો કાયદાકીય રીતે જ જવાબ આપ્યો છે. પરેશ રાવલની લીગલ ટીમના આનંદ અને નાયકે સમગ્ર મામલો સંભાળી લીધો છે. એક્ટરે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને ચાહકોને જણાવ્યું કે, પોતાના અધિકારોના આધાર પર તેમણે અક્ષય કુમારની ટીમને એક જવાબ મોકલાવ્યો છે. જે પછી મોટાભાગની અન્ય બાબતો આપો આપ શાંત થઈ જશે.

