Home / Gujarat / Chhota Udaipur : Arbitrary behavior of the authorities in Garudeshwar APMC

Narmada News: ગરુડેશ્વર APMCમાં સત્તાધિશોની મનમાની, ખેડૂત તાલિમ ભવનની જગ્યાએ 75 લાખની ગ્રાન્ટ હોટલને અપાઈ

Narmada News: ગરુડેશ્વર APMCમાં સત્તાધિશોની મનમાની, ખેડૂત તાલિમ ભવનની જગ્યાએ 75 લાખની ગ્રાન્ટ હોટલને અપાઈ

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર ખાતે આવેલી એપીએમસીમાં 6 સત્તાધિશોએ મનમાની કરી હોવાનું સામે આવ્યું છે. સરકારની ગ્રાન્ટ 75 લાખ 24 હજાર 496 રૂપિયા ખેડૂત તાલીમ ભવન બનાવવાની જગ્યાએ સિદ્ધિવિનાયક એન્ટરપ્રાઈઝને હોટલ બનાવવા માટે આપી દેતા તે નાણા વસૂલવા માટે ગાંધીનગરના ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ના સચિવે 6 જાણો ને નોટિસ આપી નાણા વસૂલવાની કાર્યવાહી કેમ ના કરવી તેવી પત્ર પાઠવતા એપીએમસી ના માજી હોદ્દેદારો માં ફફડાટ વ્યાપ્યો છે 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સત્તાધિશોને કરાયા સસ્પેન્ડ

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર ખાતે એપીએમસી માં ખેડૂત તાલીમ ભવન બનાવવા માટે સરકાર દ્વારા 75 ટકા સહાય અને બીજી અન્ય સ્થાનિક લોકફાળા ની સહાય થી એક કરોડ 34 લાખ 67 હજાર ના ખર્ચે ગાંધીનગર  નિયામક દ્વારા યોજના મંજૂર કરાઈ હતી જેમાં 75 ટકા પ્રમાણે એક કરોડ એક લાખ એપીએમસી ગરૂડેશ્વર ને ગ્રાન્ટ  ફાળવવામાં આવી હતી જ્યારે ખેડૂત તાલીમ ભવન બનાવવાનું હતું અને જેમ જેમ કામ થાય તેમ તેમ નાણા ની ચૂકવણી કરવાની હતી જેમાં ત્રણ હફ્તે એપીએમસી ના સત્તાધીશો એ 75 લાખ થી વધુની રકમ ખર્ચ કરી નાખ્યો હતો ત્યાર બાદ આ તાલીમ ભવન રોયલ હોટલ વાળા ને ભાડે આપી દેતા તેની અરજી કરવામાં આવી હતી અને તેની તપાસ થતા સમગ્ર મામલો બહાર આવતા એપીએમસી ના 6 સત્તાધિશો ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

નાણા વસૂલવા નોટિસ 

હાલ જે નાણા વાપરવામાં આવ્યા હતા તેમાં બજાર સમિતિ ના હોદ્દેદારો સરકાર ના નાણા વાપરીને સરકાર ને નુકશાન કરેલ જેને લઈને હાલ તપાસ પૂરી થતા એપીએમસી ના 1.જેન્તીભાઇ ગોવિંદ ભાઈ તડવી ,2. કુંદનભાઇ નટુભાઈ ભીલ, 3.જેન્તીભાઇ ઉલિયાભાઈ વસાવા,4. સોમાભાઈ રૂપાભાઈ વસાવા, 5.મહેશભાઈ ગણપતભાઈ ભીલ, 6.નટવરભાઈ દલસુખભાઈ વસાવા આ સત્તાધીશો ને નોટિસ આપવામાં આવી છે જ્યારે તેમાં લખવામાં આવ્યું છે કે આ 6 સત્તાધિશોએ સત્તાનો દૂરપયોગ કરી સરકાર ની ગ્રાન્ટ વેડફી છે તો સરખા ભાગે એક વ્યક્તિ દીઠ 17 લાખ 14 હજાર 5 14 રૂપિયા કેમ નાણા ના વસૂલવા તેવી આખરી નોટીસ આપવામાં આવી છે 

 

 

Related News

Icon