
મેષ : આપના કામકાજને પૂર્ણ કરવા માટે દોડધામ-શ્રમ જણાય. જેમ - જેમ દિવસ પસાર થતો જાય તેમ રાહત થતી જાય.
વૃષભ : ધંધામાં સાનુકૂળતા મળી રહે. અગત્યના કામનો ઉકેલ આવે. પરદેશના કામ અંગે મિલન-મુલાકાત થાય.
મિથુન : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. તબીયત સાચવવી.
કર્ક : આપના કાર્યની સાથે આડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. બપોર પછી આપને ઉચાટ-ઉદ્વેગ જણાય.
સિંહ : આપના કામમાં સાનુકૂળતા રહે. કુટુંબ-પરિવાર આપને મદદરૂપ થવાના પ્રયાસ કરે. ધંધામાં આવક જણાય.
કન્યા : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થઈ શકે.
તુલા : આપને કામમાં કોઈ ને કોઈ રૂકાવટ - મુશ્કેલી અનુભવાય. નાંણાકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું. બપોર પછી રાહત થાય.
વૃશ્ચિક : સંતાનના સાથ સહકારથી આપના કામનો ઉકેલ લાવી શકો. બપોર પછી આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
ધન : આપના કામમાં વ્યસ્ત રહેવાનું બને. જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ-તેમ આપની વ્યસ્તતામાં ઘટાડો થાય.
મકર : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતનું આયોજન થાય. જૂના મિત્ર કે સ્વજન-સ્નહિની મુલાકાતથી આનંદ જણાય.
કુંભ : તબીયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઈચ્છા થાય નહીં, કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ-ખર્ચ રહે.
મીન : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. બપોર પછી ધ્યાન રાખવું.
- અગ્નિદત્ત પદમનાભ