સુરતમાં એક વધુ ચકચારી ઘટના સામે આવી છે, જેમાં વરીયાવ બ્રિજ પરથી એક યુવકે તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના સમયે બ્રિજ પાસેથી પસાર થતા કેટલાક સ્થાનિક નાગરિકોએ આ દ્રશ્ય જોતા તાત્કાલિક રીતે ફાયર વિભાગને જાણ કરી હતી. યુવક પારિવારિક તણાવના કારણે માનસિક રીતે પરેશાન હતો અને આત્મહત્યાનું કડવું પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના બાદ તરત જ ડભોલી ફાયર સ્ટેશનની ટીમ એક્શનમાં આવી હતી. ફાયર જવાનોએ યોગ્ય તકેદારી અને સતર્કતા સાથે યુવકને તાપી નદીમાંથી બચાવી લીધો હતો.

