Home / Auto-Tech : Buy this car from Maruti-Hyundai for less than 7 lakhs

7 લાખ કરતા પણ ઓછી કિંમતમાં ખરીદો Maruti-Hyundaiની આ કાર, તમારી સેફ્ટીનું પણ રાખશે ધ્યાન

7 લાખ કરતા પણ ઓછી કિંમતમાં ખરીદો Maruti-Hyundaiની આ કાર, તમારી સેફ્ટીનું પણ રાખશે ધ્યાન

નવા વર્ષ પહેલા જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો તો તમારા મનમાં સૌથી પહેલા સેફ્ટી ફીચર્સ જરૂર હોવા જોઇએ. તમને 6 એરબેગ સાથે આવતી એવી કાર વિશે જણાવી રહ્યાં છીએ જે તમને બજેટમાં પણ પડશે અને તેની કિંમત પણ સૌથી ઓછી છે. કાર કંપનીઓ હવે વાહન ચાલકોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને કાર બનાવી રહી છે અને સ્ટાન્ડર્ડ બેગ પણ આપી રહી છે. આ કારની કિંમત 7 લાખ કરતા પણ ઓછી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

Hyundai Grand i10 Nios

હ્યુંડાઇ કંપનીની કાર Hyundai Grand i10 Nios દમદાર સેફ્ટી ફીચર્સ અને ભાવમાં આવતી સારી કાર છે. આ કાર ભારતીય માર્કેટમાં 6 એરબેગ સાથે આવે છે અને તેની એક્સ શો રૂમ કિંમત 5 લાખ 92 હજાર રૂપિયા છે. આ કાર ભારતીય માર્કેટમાં 6 એરબેગ સાથે આવે છે અને તેની એક્સ શો રૂમ કિંમત 5 લાખ 92 હજાર રૂપિયા છે. એરબેગ સાથે સાથે કારનું એન્જિન પણ સારૂ છે જેમાં તમને 1.2 લીટર કપ્પા પેટ્રોલ મોટર મળે છે જે 83 પીએસ પાવર અને 113.8 એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે.

Maruti Suzuki Swift New gen

મારૂતિ કંપની સારા ભાવમાં પોતાની શાનદાર સેડાન કાર માટે જાણીતી છે. કંપનીએ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા પોતાની પોપ્યુલર સ્વિફ્ટ કારના વેરિએન્ટ LXi, VXi, VXi (o), ZXi, ZXi+ અને ZXI+ Dual Toneમાં 6 એરબેગ ફીચર આપી રહી છે. એરબેગ સિવાય પણ કારમાં કેટલાક હિલ હોલ્ડ કંટ્રોલ અને ઇએસપી જેવા ફિચર્સ પણ મળશે. જો વાત મારૂતિ ન્યૂ જનરેશન સ્વિફ્ટની કરીએ તો તેની એક્સ શો રૂમ કિંમત 6.49 લાખ રૂપિયા છે. કારનું એન્જિન પણ દમદાર છે. સ્વિફ્ટનું પેટ્રોલ એન્જિન 80 બીએચપીની પાવર અને 112 એનએમનું ટોર્ક જનરેટ કરે છે.

ન્યૂ જનરેશન Maruti Dzire

મારૂતિ સુઝુકીની ન્યૂ ડિઝાયર પણ સેફ્ટી ફીચર્સ પર ધ્યાન રાખીને ખાસ લૉન્ચ કરવામાં આવી છે. કારમાં સેફ્ટી ફીચર્સ તરીકે રિયર પાર્કિંગ સેન્સર, 360 ડિગ્રી કેમેરા અને 6 એરબેગ મળે છે. ન્યૂ જનરેશન ડિઝાયરની એક્સ શો રૂમ કિંમત 6 લાખ 79 રૂપિયા છે. કારમાં 1.2 લીટર 3 સિલિન્ડર નેચરલ એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે જે 80 bhpનો પાવર અને 112 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે.

આ પણ વાંચો: સ્વિફ્ટ અને વેગનઆર કરતા વધું વેચાણી આ કાર! દરેકને પાછળ છોડીને બની નંબર 1 

Hyundai Exter

હ્યુંડઇની એક્સટર કારમાં પણ સેફ્ટી માટે 6 એરબેગ આપવામાં આવી છે. આ સિવાય કારમાં ABSની સાથે EBD, સેન્ટ્રલ લોકિંગ, ડ્રાઇવર સીટ હાઇડ એડજસ્ટમેન્ટ સહિત કેટલાક ફિચર્સ મળે છે. કારની એક્સ શો રૂમ કિંમત 6.13 લાખ રૂપિયા છે અને તેમાં 1.2 પેટ્રોલ MT એન્જિન પણ આપવામાં આવ્યું છે.

 

Related News

Icon