
નડિયાદ બાદ હવે રાજકોટમાંથી લવ જેહાદનો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં રાજકોટના રેલનગર વિસ્તારમાંથી 14 વર્ષની સગીરાને વિધર્મી શખ્સ લઈને ફરાર થઇ ગયો છે. ટ્યુશનનું કહીને ઘરેથી નીકળેલી સગીરા ઘરે પાછી જ ફરી નથી. બાદમાં કોઈ સાહિલ નામક શખ્સ દ્વારા પ્રેમ પ્રકરણમાં ફસાવી અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે.
રાજકોટમાં પડધરીના સાહિલ સંધાર નામનો વિધર્મી શખ્સ અપહરણ કરીને સગીરાને લઈ ગયો હતો. સગીરાએ માતાને મેસેજ કરીને લખ્યું કે હું સાહિલ સાથે છું અને ખુશ છું. યુવક સગીરાના મામાની હોટલમાં કામ કરતો હતો જેથી અવારનવાર આ શખ્સની સગીરાના ઘરમાં અવર જવર રહેતી હતી. આખરે શખ્સ સગીરાને ફસાવી તેનું અપહરણ કરીને લઈ ગયો છે. પુત્રીને પરત લાવવા માતાએ ગૃહમંત્રી પાસે માંગ કરી છે. તેમજ સગીરાના પરિવાર દ્વારા પ્રદ્યુમનનગર પોલીસમાં FIR નોંધાવામાં આવી છે.