
રાજ્યમાં દિવસેને દિવસે લૂંટ, ચોરી, હત્યા, દુષ્કર્મ જેવી ઘટનાનો ગ્રાફ વધી રહ્યો છે ત્યારે આજે ફરી સુરતમાં ફરી હત્યાની ઘટના સામે આવી છે.
સુરતના વેલંજા વિસ્તારમાં એક યુવકની ચપ્પુ ના ઘા મારી હત્યા કરવામાં આવી છે. અંબા વીલા સોસાયટીમાં આ ખૂની ખેલ ખેલાયો હતો. પાંચ જેટલા લોકો સોસાયટીની બહાર બેઠા હતા તે દરમિયાન અજાણ્યા ઈસમોએ આ હુમલાને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા છે જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. મૃતકનું નામ પારસ વેકરીયા હોવાનું સામે આવ્યું છે. ઉતરાણ પોલીસે સમગ્ર મામલે 10 આરોપીઓને ઝડપી પાડી તપાસ શરૂ કરી છે.