અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલી ઈન્સ્ટિયુટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર (આઈકેડીઆરસ) ખાતે બે વર્ષમાં લીવર ટ્રાન્સપ્લાન્ટના 140 ઓપરેશન થયા છે અને તેમાંથી 40% દર્દીએ જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ મૃત્યુનું આ ઊંચું પ્રમાણ ચિંતાનો વિષય છે.

